ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. શ્રી રિજીજુએ વર્ષ 2014માં એનડીએની સરકાર સત્તામાં આવ્યા બાદ ઇશાન ભારતના વિકાસ માટે હાથ ધરાયેલી ઘણી યોજનાઓની વિગતો આપી હતી.
ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર યોજના તેમજ ખેડૂતો સામે કહેવાતી કડક કાર્યવાહી જેવા મુદ્દાઓ ગૃહમાં રજૂ કર્યા હતા.