લોકસભામાં ગઈકાલે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચામાં ભાગ લેતાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદીઓની ખાસ સુધારણા ઝુંબેશ ઘણી વખત થઇ હતી, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેમણે દેશના મતદાન માળખાની પ્રશંસા કરતા કહ્યું કે સ્વતંત્રતા પછી દરેકને સમાન મતદાન અધિકાર મળ્યો છે. ચૂંટણી સુધારાઓ પર બોલતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં નકલી મતદારોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે બિહારમાં SIR પર ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો હતો અને આરોપ લગાવ્યો કે મતદાન યાદીમાં એક લાખ 20 હજાર નકલી ફોટા છે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 8:35 એ એમ (AM)
લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર ગઈકાલે ચર્ચા થઈ