જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM) | ભાજપ

printer

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું.
ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, હિન્દુ સમાજ સહિષ્ણુ અને અંહિસામાં માનનારો છે, જ્યારે રાહુલ ગાંધી આ વિશે ભ્રામક જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.