ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM)

printer

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર કરાયો. તેનો ઉદ્દેશ કેન્દ્રીય આબકારી અધિનિયમ 1984માં સુધારા કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જેવી વસ્તુઓ પર આબકારી શુલ્ક અને ઉપકર વધારવાનો છે. તેમાં દેશમાં બનેલા અથવા ઉત્પાદિત વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્ક લગાવવા અને સંગ્રહ કરવાની જોગવાઈ છે.
ખરડાનો ઉદ્દેશ તમાકુની વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્કના દરને સુધારવાનો છે, જેથી આ વસ્તુઓ પર કરના દર વર્તમાન સ્તર પર રખાઈ શકે. આ ખરડા હેઠળ કાચા તમાકુ, પ્રસંસ્કરણ કરાયેલા તમાકુથી બનેલી વસ્તુઓ પર આબકારી શુલ્ક વધશે. ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, આ કોઈ નવો કાયદો નથી કે વધારાનો કર પણ નથી. તેમણે કહ્યું, આ ઉપકર નથી, પરંતુ તે એક આબકારી શુલ્ક છે, જે વસ્તુ અને સેવા કર – GST લાગૂ થતા પહેલા લાગતો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.