લોકસભામાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર થયો. આ ખરડો ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જ્યારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે. તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તામંડળની નિમણૂક કરવાની જોગવાઈ છે. આ ખરડાનો હેતુ યુવાનો અને સંવેદનશીલ લોકોને આવી રમતોના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવાનો છે.
ખરડો રજૂ કરતી વખતે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ઓનલાઈન મની ગેમિંગ સમાજમાં ચિંતાનો વિષય છે જે નાણાકીય છેતરપિંડી તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે, ઓનલાઈન મની ગેમિંગને કારણે અનેક પરિવારોને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:11 પી એમ(PM)
લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર
