લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મૅનેજમેન્ટ સુધારા ખરડો 2025 પસાર થયું છે. આ ખરડો રજૂ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, તેનો હેતુ I.I.M. કાયદા 2017માં વધુ સુધારા લાવવાનો છે. તેમણે કહ્યું, ખરડામાં અસમના ગુવાહાટીમાં I.I.M.ની સ્થાપનાની જોગવાઈ છે, જે દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં એક મહત્વનું કેન્દ્ર છે. શ્રી પ્રધાને કહ્યું, આ ક્ષેત્રના લોકોની જૂની માગ હતી. I.I.M. ગુવાહાટી માટે 550 કરોડ રૂપિયાના નાણાકીય અનુદાનની ફાળવણી થઈ છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું, દેશમાં હાલ 21 IIM સંસ્થા છે. વિદેશમાં પણ
આ સંસ્થાઓની માગ થઈ રહી છે અને આવતા મહિને દુબઈમાં I.I.M. પરિસર શરૂ થઈ જશે. બિહારમાં વિશેષ સઘન સમીક્ષા અંગે વિરોધ પક્ષના હોબાળા વચ્ચે ચર્ચા વગર જ ગૃહે આ ખરડો પસાર કર્યો.