ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM)

printer

લોકસભામાં આવતીકાલે એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત બે ખરડા રજૂ કરાશે

લોકસભામાં આવતીકાલે એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત બે ખરડા રજૂ કરાશે આ માટે કેન્દ્ર સરકાર બંને ખરડાને સૂચિબદ્ધ કર્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મા સુધારા) ખરડો અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) ખરડો રજૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના વિષય ને અમલમાં મૂકવા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી હતી. સૂચિત બંધારણ સુધારો ખરડો લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ સાથે સંબંધિત હશે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક દેશ એક ચૂંટણી અંગેની ઉચ્ચસ્તરની સમિતિએ દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.