ડિસેમ્બર 8, 2025 7:42 એ એમ (AM)

printer

લોકસભામાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” પર એક ખાસ ચર્ચા યોજાશે

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું, સર્વપક્ષીય બેઠકમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વંદે માતરમ પર ચર્ચા ૮ ડિસેમ્બરે થશે અને ચૂંટણી સુધારા પર ચર્ચા ૯ ડિસેમ્બરે થશે.”