આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી કાર્યમંત્રણા સમિતિની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકસભામાં ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભામાં આવતીકાલે 16 કલાક ચર્ચા થશે.
Site Admin | જુલાઇ 28, 2025 9:11 એ એમ (AM)
લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા
