ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 3:10 પી એમ(PM)

printer

લોકસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બીલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. જોકે આ બિલ મામલે શાસક અને વિપક્ષ આમને સામને છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ આ બિલ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું જ્યારે વિપક્ષોઓએ આ બિલનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી , સહિતના વિપક્ષી નેતાઓએ આ બિલ મામલે પોતાનો વિરોધનો સૂર રજૂ કર્યો છે..
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, સરકારે દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર વિચાર કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો છે. આ કાયદો બન્યા બાદ તેને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે અને સામાન્ય ચૂંટણીના સો દિવસની અંદર પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.