ઓગસ્ટ 1, 2025 1:08 પી એમ(PM)

printer

લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના સભ્યોના હોબાળા વચ્ચે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સવારે 11 વાગ્યે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમીક્ષા અભિયાનને પરત લેવા સહિતના મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો.
વિરોધ પક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ થતાં ઉપસભાપતિ ઘનશ્યામ તિવારીએ રાજ્યસભાની કાર્યવાહી સોમવાર ચાર ઑગસ્ટના સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.