જુલાઇ 11, 2024 8:22 પી એમ(PM) | લોકસભા

printer

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. લોકસભા અધ્યક્ષ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 10મા બ્રિક્સ સંસદીય મંચમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
બ્રિક્સ સંસદીય મંચમાં ચાર નવા સભ્યો – ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનું સ્વાગત કરતાં, શ્રી બિરલાએ સંગઠનમાં નવા સભ્યોના સમાવેશ માટે રશિયાના અધ્યક્ષપદની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે બ્રિક્સ વૈશ્વિક શાસનના વધુ લોકશાહીકરણ અને વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વિશ્વ વેપાર સંગઠન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા માટે પ્રયત્નશીલ છે.