ડિસેમ્બર 18, 2025 9:14 એ એમ (AM)

printer

લોકસભાના આજના કાર્યકાળમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ પર ચર્ચા હાથ ધરાશે

લોકસભાના આજના કાર્યકાળમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ પર ચર્ચા હાથ ધરાશે. નિયમ 193 હેઠળ થનારી આ ચર્ચામાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, કનિમોઝી કરુણાનિધિ અને બાંસુરી સ્વરાજ ભાગ લેશે. રાજ્યસભામાં, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પરમાણુ ઉર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો 2025 વિચારણા માટે રજૂ કરશે અને બિલ પસાર કરવામાં આવશે.