ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:36 એ એમ (AM) | ઓમ બિરલા

printer

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ક્ષય રોગ જાગૃતિ માટે યોજાયેલ મૈત્રી ક્રિકેટ મેચના મુખ્ય અતિથિ હશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ક્ષય રોગ જાગૃતિ માટે યોજાયેલ મૈત્રી ક્રિકેટ મેચના મુખ્ય અતિથિ હશે. તેમાં તમામ રાજકીય પક્ષોના પસંદગીના સાંસદો ભાગ લેશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને હમીરપુરના લોકસભા સાંસદ અનુરાગ સિંહ ઠાકુરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે શ્રીબિરલાને આ મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
આ 20 ઓવરની મેચ આજે સવારે 9 વાગ્યાથી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રમાશે. તે દૂરદર્શનની સ્પોર્ટ્સ ચેનલ અને સંસદ ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવશે. લોકસભા અધ્યક્ષ ઈલેવન ટીમના કેપ્ટન અનુરાગ સિંહ ઠાકુર અને રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન ટીમના કેપ્ટન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.