ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2025 8:23 એ એમ (AM)

printer

લોકસભાના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે આંધ્રપ્રદેશના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરુપતિમાં સંસદ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશે.બે દિવસીય આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ વિધાનસભા પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ, સંસદ અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ પર સમિતિઓના અધ્યક્ષો અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે. દેશભરમાંથી 100 થી વધુ પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે.