લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા હાથ ધરી છે. રાષ્ટ્રગીત 1875માં બંકીમચંદ્ર ચેટરજી દ્વારા લખવામાં આવ્યું હતું. ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર દેશને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી.
તેમણે કહ્યું કે, આજે પવિત્ર વંદે માતરમને યાદ કરવું એ આ ગૃહના તમામ સભ્યો અને દેશવાસીઓ માટે એક મહાન સૌભાગ્ય છે. શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમના 150 વર્ષ એ મહાન અધ્યાય અને ગૌરવને ફરીથી સ્થાપિત કરવાની તક છે.
તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ 1947માં દેશને આઝાદી અપાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે માતરમ એ શક્તિ છે જે લોકોને સ્વતંત્રતા સેનાનીઓના સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રેરિત કરે છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 3:44 પી એમ(PM)
લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમના મંત્રએ સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી.