લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનને 13મી ઓગસ્ટ, 2025થી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા માટે ગૃહની મંજૂરી માંગતો ઠરાવ રજૂ કર્યો હતો.ઠરાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયેકહ્યું કે મણિપુરમાં છેલ્લા આઠ મહિનામાં હિંસાની માત્ર એક જ ઘટના બની છે જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જોકે, છેલ્લાં ચાર મહિનામાં મણિપુરમાં હિંસાનો એકપણ કેસ નોંધાયો નથી. કામકાજ પૂર્ણ થયા બાદ નીચલા ગૃહને દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
Site Admin | જુલાઇ 30, 2025 7:48 પી એમ(PM)
લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને 13મી ઓગસ્ટથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી
