ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 9:47 એ એમ (AM)

printer

લોકસભાએ ગઈકાલે બીજી બેચ 2024-25 માટે પૂરક માંગ, 2021-22 માટે વધારાનાં અનુદાનની માંગ અને મણિપુર બજેટ 2025-26ને મંજૂરી આપી હતી.

લોકસભાએ ગઈકાલે બીજી બેચ 2024-25 માટે પૂરક માંગ, 2021-22 માટે વધારાનાં અનુદાનની માંગ અને મણિપુર બજેટ 2025-26ને મંજૂરી આપી હતી.ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મણિપુરનાં અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા કેન્દ્ર સરકાર તમામ નાણાકીય સહાય આપી રહી છે. તેમણે મણિપુરમાં તાકીદનું ભંડોળ સ્થાપવા 500 કરોડ રૂપિયાના ભંડોળની પણ જાહેરાત કરી હતી.નાણા મંત્રીએ જણાવ્યું કે, મણિપુરના બજેટમાં કુલ આવક 35 હજાર 368 કરોડ રૂપિયા છે, જ્યારે મહેસુલી આવક 27 હજાર 231 કરોડ રૂપિયા છે. કુલ ખર્ચ 35 હજાર 104 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે.