ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

printer

લોકરક્ષકની પરીક્ષામાં 11 હજાર 899 ઉમેદવારો ઉત્તિર્ણ થયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર કરી દેવાયું છે. ગુજરાત પોલીસની વર્તમાન ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરી દેવાઇ છે. આ ભરતી માટે ઉત્તીર્ણ થયેલા અગિયાર હજાર 899 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. લોકરક્ષક ભરતીમાં આઠ હજાર 782 પુરુષ ઉમેદવારો જ્યારે મહિલા લોકરક્ષકમાં ત્રણ હજાર 117 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. આ ભરતી માટે રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી છે. મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓ ને આ ઉત્તીર્ણ યાદી સુપ્રત કરાઈ છે. વર્ષ 2024ની ભરતીમાં 10 લાખ 73 ઉમેદવારો શારિરીક પરીક્ષા તો બે લાખ 47 લાખ ઉમેદવારોએ લેખિત પરિક્ષા આપી હતી.