ખગોળીય પર્યટન અને વિજ્ઞાન સંલંગ્ન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું ગઈકાલે સમાપન થયું. પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું.બે દિવસ સુધી ચાલેલો આ તહેવાર ઊંચાઈવાળા વિસ્તારો, શુષ્ક હવામાન, ઓછામાં ઓછા પ્રકાશ પ્રદૂષણને કારણે લદ્દાખને ખગોળીય પ્રવાસન માટેનાં મુખ્ય સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટેની અગ્રણી પહેલ છે.ભૌગોલિક પરિસ્થિતિને કારણે લદ્દાખ સ્વચ્છ આકાશને કારણે તારાઓ, આકાશગંગા અને અન્ય આકાશી અજાયબીઓના નિરીક્ષણ માટે આદર્શ સ્થળ છે. ફેસ્ટિવલ દરમિયાન ઈસરો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રોફિઝિક્સના ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ તથા લેહ ખાતેની કાશ્મીર યુનિવર્સિટીનાં નિષ્ણાતો દ્વારા પ્રવાસીઓને તારા અને અવકાશ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
Site Admin | જૂન 29, 2025 8:39 એ એમ (AM)
લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટૂરિઝમ ફેસ્ટિવલનું સમાપન