ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 9:43 એ એમ (AM)

printer

લેમ રિસર્ચે ભારતમાં 10 હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી – ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, લેમ રિસર્ચે ભારતમાં 10 હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે, ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં આ પગલું એક વધુ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેમિકન્ડક્ટર વિઝનમાં આ બાબત વિશ્વાસનો મોટો મત છે.
આ પહેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) નો એક ભાગ છે, જે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણોને આમંત્રિત કરવા માટે કેન્દ્રની એક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.