ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2024 7:01 પી એમ(PM) | યુનાઈટેડ નેશન્સ

printer

લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી :યુનાઈટેડ નેશન્સ

યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી હતી. માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન ઓફિસે જણાવ્યું હતું કે, લેબનોનમાં બાકી રહેલા લોકોને ખાદ્ય સુરક્ષા સમસ્યા ગંભીર બની રહી છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અહેવાલ આપ્યો છે કે દેશમાં 8 લાખ 80 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે, જેમાં 20 હજાર થી વધુ લોકોને સ્થળાંતર કરનારા લાકો છે. છે. યુએન રેફ્યુજી એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 5 લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા છે અને તેમાંથી અડધાથી વધુ બાળકો હતા.