લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગઈકાલે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક ગામમાં આતંકવાદીઓ દ્વારા એક ફેરિયાની નિર્દય હત્યાની નિંદા કરી છે. મૃતક અશોક ચૌહાણ બિહારનો રહેવાસી હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર તેમના પરિવાર સાથે છે તેમણે ઉમેર્યુ હતું કે સુરક્ષા દળો ગુનેગારોને શોધી કાઢવા અને તેમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.
શ્રી સિંહાએ જમ્મુ કાશ્મીર પોલીસ અને શોપિયા જિલ્લા વહીવટીતંત્રને શોકગ્રસ્ત પરિવારને તમામ સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આતંકી ઘટનાની નિંદા કરી છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 2:29 પી એમ(PM)
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગઈકાલે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક ગામમાં આતંકવાદીઓ દ્વારા એક ફેરિયાની નિર્દય હત્યાની નિંદા કરી
