ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2025 7:13 પી એમ(PM)

printer

લુપ્ત થતી સાડેલી હસ્તકળાને જીવંત રાખવા સુરતના પિતા-પુત્રની મહેનત લોકો માટે પ્રેરણાદાયી બની

દુર્લભ અને અંદાજે એક હજાર 200 વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર દેશની અતિશય બારિકાઈ ભરેલી સાડેલી હસ્તકળાને સુરતનો પેટિગરા પરિવાર આજે પણ સાચવીને બેઠો છે. સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા આ પરિવારના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે 150 વર્ષથી આ કળાને જીવંત રાખી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
પહેલાના સમયમાં રાજા-મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડામાંથી નકશીકામ અને સાડેલી વર્કવાળી પેટીઓ આજે પણ કળાના જાણકારોને આકર્ષે છે. ત્યારે સુરતના પિતા-પુત્રની જોડી વર્ષો જૂની કળાને સાચવીને બેઠો છે. સમગ્ર દેશમાં સુરતના પેટીગરા પરિવારના માત્ર બે કુશળ કલાકાર આ કળા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, દેશના એક માત્ર વર્કશૉપમાં સાડેલી હસ્તકળાને જીંવત રાખવા અત્યાર સુધીમાં 450થી 500 કળારસિકોને કળાથી અવગત કરાયા છે. સાડેલી હસ્તકળા સંપૂર્ણ સ્વદેશી છે અને તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની હોય છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.