લીડ્સમાં ઇંગલેન્ડ સામે રમાઇ રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસે ભારત બીજી ઇનિંગમાં બે વિકેટે 90 રનથી રમત આગળ ધપાવશે. કે. એલ રાહુલ 47 અને સુકાની શુબમન ગિલ છ રને રમતમાં છે. પ્રથમ ઇનિંગમાં છ રનની સરસાઇ સાથે ભારતની કુલ સરસાઇ 96 રન થઈ છે.
ભારતનાં પ્રથમ ઇનિંગનાં 471 રનનાં જવાબમાં ઇંગલેન્ડે પ્રથમ ઇનિંગમાં 464 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં કુલ પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાશે.
Site Admin | જૂન 23, 2025 2:03 પી એમ(PM)
લીડ્સમાં ઇંગલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટનાં ચોથા દિવસે ભારત બીજી ઇનિંગમાં બે વિકેટે 90 રનથી રમત આગળ ધપાવશે
