કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ, જેમાં 15 લોકોના મોત થયા હતા, તે સંબંધિત કેસમાં ટ્રાયલ અને અન્ય બાબતો ચલાવવા માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.સરકારી આદેશમાં જણાવ્યા અનુસાર, શ્રી ખુરાનાને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA વતી NIA વિશેષ અદાલત અને દિલ્હી વડી અદાલત સમક્ષ ટ્રાયલ અને અન્ય કાનૂની બાબતો ચલાવવા માટે ત્રણ વર્ષ માટે વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NIAએ લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં અત્યાર સુધીમાં સાત મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM)
લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની ટ્રાયલ માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાની વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તી