સપ્ટેમ્બર 9, 2024 10:36 એ એમ (AM)

printer

લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિકો અહીંનાં મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જાય છે. લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ 25 હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવશે. નાના-મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે તેમ અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યુ હતું, આ ઉપરાંત ફરાળી ચીકીનો પ્રસાદ પણ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.