લાઓસમાં ભારતીય દૂતાવાસે બોકિઓ પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થિત સાયબર સ્કેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. એક સોશિયલમિડીયા પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું કે, સેઝમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પગલાં લીધાં બાદ લાઓસ સત્તાવાળાઓએ 29નાગરિકો સુપ્રત કર્યા હતા, જ્યારે બાકીનાં 18 નાગરિકોએ સીધોભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. લાઓસમાંભારતીય રાજદૂત પ્રશાંત અગ્રવાલ વિયેન્ટિયાનમાં ભારતીય નાગરિકોને મળ્યા હતા અનેતેમની આપવિતી સાંભળી હતી. દરમિયાન દૂતાવાસે આ નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરીછે. અત્યાર સુધી 30 નાગરિકો ભારત પરત ફર્યા છે અથવા તો રસ્તામાં છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 8:17 પી એમ(PM)
લાઓસમાં ભારતીય દૂતાવાસે બોકિઓ પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થિત સાયબર સ્કેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે
