લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબૂ કતલ ઉર્ફે કતલસિંધિ પાકિસ્તાનના ઝેલમ સિંધ પ્રાન્તમાં ઠાર મરાયો છે. અજાણ્યા હુમલાખોરોએ ગઈકાલે રાત્રે ગોળી મારી તેની હત્યા કરી હતી. અબૂ કતલ જમ્મુ-કાશ્મીરમાં અનેક હુમલાઓની યોજના બનાવવામાં સામેલ હતો. તે આતંકવાદી હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો તેમ જ તેણે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફૉર્સ અને ધ રેઝિટૅન્ટ ફૉર્સ જેવા આતંકવાદી સંગઠનોનું નેતૃત્વ પણ કર્યું હતું.
Site Admin | માર્ચ 16, 2025 7:39 પી એમ(PM) | લશ્કર-એ-તૈયબાનો
લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબૂ કતલ ઉર્ફે કતલસિંધિ પાકિસ્તાનના ઝેલમ સિંધ પ્રાન્તમાં ઠાર મરાયો છે.
