લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી હતી.
સમારોહમાં L.A.H.D.C. કારગિલના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર ડૉ. મોહમ્મદ જાફર અખોને, કારગિલના અધિક નાયબ અધિક્ષક ગુલામ મોહિ-ઉદ-દીન-વાની, J.U.I.A.K. લદ્દાખના રાજકીય પ્રભારી સજ્જાદ કારગિલી, જિલ્લા અધિકારી, સેના અધિકારી અને મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ઉત્સવમાં પરંપરાગત રીતે દિવડા પ્રગટાવવામાં આવ્યા અને આતશબાજી પણ કરવામાં આવી. મીડિયા સાથે વાત કરતાં ડૉ. જાફરઅખોનેએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:42 એ એમ (AM)
લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી
