ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2024 3:13 પી એમ(PM) | લદ્દાખ

printer

લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્ર સરકારે ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગને અલગ જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે.
આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, નવા જિલ્લાઓ અંતરિયાળ વિસ્તારોમાં શાસનને મજબૂત કરીને લોકોને તેમનાં ઘર સુધી લાભ પહોંચાડશે. તેમણે કહ્યું કે, સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ