લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ કાયદા પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબજો અને અતિક્રમણ સામે કાનૂની પગલાં લેવાની સત્તા છે.
તેમણે જણાવ્યું કે, વક્ફ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વક્ફ મિલકતનું વેચાણ, ભેટ, મોર્ગેજ કે ટ્રાન્સફર અમાન્ય ગણાશે. તેમણે જણાવ્યું કે વક્ફ મિલકતો અંગેની ફરિયાદો યોગ્ય પગલાં લેવા રાજ્ય વક્ફ બોર્ડ્સ અને રાજ્ય સરકારોને મોકલવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 28, 2024 9:49 એ એમ (AM)
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે.
