સપ્ટેમ્બર 18, 2025 9:15 એ એમ (AM)

printer

લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલની કેન્દ્ર સરકારને ભલામણ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે યોજાયેલી “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”માં કેટલાક મહત્વના સૂચના કર્યા. દેશના 80 ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી તેમણે લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.શ્રી પટેલે ટેકાના ભાવે મગફળી, ચણા અને સોયાબીનની ખરીદીમાં ઉત્પાદનના 25 ટકાની મર્યાદાને વધારીને 50 ટકા કરવા તેમજ ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે કોમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા પણ સૂચન કર્યું હતું.