‘લખપતિ દીદી’ યોજના હેઠળ ડાંગ જિલ્લાની 40 મહિલાઓએ 35 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વન વિભાગે આદિવાસી મહિલાઓને રોપા ઉછેરમાં તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ પ્રદાન કરીને આવક મેળવવામાં સહાય કરી હતી. સ્વસહાય જૂથોની આ મહિલાઓએ વર્ષ 2023-24માં 8 લાખ 50 હજાર રોપા ઉછેરીને 35 લાખની આવક પ્રાપ્ત કરી હતી.
Site Admin | જુલાઇ 22, 2025 7:02 પી એમ(PM)
‘લખપતિ દીદી’ યોજના હેઠળ દક્ષિણ ડાંગની 40 મહિલાઓએ 35 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી