લખનૌમાં આજે એક ચાલતી બસમાં ભીષણ આગ લાગવાથી બે બાળકો સહિત 5 લોકોના મોત થયા છે. સ્લીપર બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, ત્યારે લખનૌના મોહનલાલગંજ નજીક કિસાન પથ પર અચાનક આગ લાગી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા.
લખનૌ દક્ષિણના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિપુણ અગ્રવાલે જણાવ્યું કે બસમાં લગભગ 70 લોકો હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસનો ઇમરજન્સી ગેટ ન ખુલતા પાછળ બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા અને સમયસર બહાર નીકળી શક્યા ન હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Site Admin | મે 15, 2025 2:02 પી એમ(PM)
લખનોમાં બસમાં આગ લાગતાં બે બાળકો સહિત પાંચના મોત.