લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ થયેલ છે, જે મુજબ 21 અને 28 માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલના રોજ ગાંધીધામથી ઊપડતી ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે, અને 21 અને 28માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલે અમદાવાદથી ઊપડતી અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
દરમિયાન, અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ચાલતાં સમરકામને કારણે આવતીકાલે યોગા એક્સપ્રેસ, ગાંધીનગર-જમ્મુતવી પરિવર્તિત માર્ગ પર ચાલશે.
આવતીકાલે સાબરમતીથી ઉપડતી સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરના નિર્ધારિત માર્ગને બદલે મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર પરથી પસાર થશે. જે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.
તેમજ ગાંધીનગરથી ઉપડતી ગાંધીનગર -જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન, મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરના નિર્ધારિત માર્ગને બદલે મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર પરથી પસાર થશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.
Site Admin | માર્ચ 17, 2025 7:03 પી એમ(PM) | ટ્રેનો
લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ
