જૂન 30, 2025 7:52 પી એમ(PM)

printer

લંડનનાં ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન 2025નો પ્રારંભઃ ભારતનાં ચાર ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેશે

ટેનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડન 2025નો આજે લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં પ્રારંભ થયો. પુરૂષ સિંગલ્સમાં, અમેરિકાના ફ્રાન્સિસ ટિઓફે એલ્મર મૂલરને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. વર્તમાન ચેમ્પિયન અલ્કારાઝ આજે સાંજે પ્રથમ રાઉન્ડમાં 38 વર્ષીય ફેબિયો ફોગનીની સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તાજેતરમાં ફ્રેન્ચ ઓપન જીતેલા અલ્કારાઝ વિશ્વનાં પ્રથમક્રમાંકિત જન્નિક સિનર અને 24 વારના ગ્રાન્ડ સ્લામ વિજેતા નોવાક જોકોવિક સામેરમીને પોતાનો ખિતાબ જાળવી રાખવા પ્રયત્ન કરશે.મહિલા સિંગલ્સમાં વર્તમાન ચેમ્પિયન બાર્બોરાક્રેજસિકોવા આવતી કાલે ફિલિપાઇન્સનાં એલેકઝાન્ડ્રા ઇઆલા સામે પોતાની પ્રથમ મેચ રમશે.વિમ્બલ્ડનમાં ભારતનાં તમામ ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં રોહન બોપન્ના,યુકી ભાંબરી, રિત્વિક બોલ્લિપલ્લિ, એન શ્રીરામ બાલાજીનો સમાવેશ થાય છે.13જુલાઈના રોજ પુરુષ સિંગલ્સની ફાઇનલ સાથે વિમ્બલ્ડન સમાપ્ત થશે.