જુલાઇ 2, 2025 7:43 પી એમ(PM)

printer

રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા અપાશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના હેઠળ, આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ યોજના સરકારની રોજગાર-કેન્દ્રિત નીતિનું પરિણામ છે.
તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ, નવી નોકરી મેળવનાર કોઈપણ યુવકને વર્ષમાં બે વાર સાત હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે. શ્રી માંડવિયાએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે રોજગાર સુનિશ્ચિત કરવા માટે પાંચ વર્ષનો કાર્યક્રમ તૈયાર કર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.