કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે, રોજગાર મેળા હેઠળ છેલ્લા 16 મહિનામાં 11 લાખથી વધુ ઉમેદવારોને નોકરીઓ મળી છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, RBIના અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં 17 કરોડથી વધુ યુવાનોને રોજગાર મળ્યો છે.
તેમણે કહ્યું, UPA સરકારના 10 વર્ષ દરમિયાન માત્ર ત્રણ કરોડ રોજગારની તકો ઉભી થઈ હતી. શ્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં ચાર કરોડથી વધુ નોકરીઓ બનાવવા માટે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ બે લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 2:04 પી એમ(PM)
રોજગાર મેળા હેઠળ છેલ્લા 16 મહિનામાં દેશભરમાં 11 લાખથી વધુ ઉમેદવારોને નોકરીઓ મળી
