રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.
ઉમેદવારો www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધણી માટે ઉમેદવારે પોર્ટલ પર પોતાનો પ્રોફાઇલ બનાવવાનો રહેશે, આંધારકાર્ડ, બેંક અકાઉન્ટ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો વિગેરે વિગતો ભરવાની રહેશે. લાભ મેળવવા ઇચ્છુક ઉમેદવારના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ, અને પરિવારની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ કે તેથી વધારે હોવી જોઈએ. પસંદગી પામેલા ઇન્ટર્નને કેન્દ્ર સરકાર દ્વારા માસિક 4500 રૂપિયા અને કંપની દ્વારા 500 રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. એક વખત માટે 6000 રૂપિયાનું અનુદાન તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા હેઠળ વીમા કવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઉમેદવારોને 12 મહિના સુધી અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:00 એ એમ (AM) | પીએમ ઇન્ટર્નશીપ
રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.