જાન્યુઆરી 3, 2026 1:54 પી એમ(PM)

printer

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોજગારીની નોંધપાત્ર તકો ઉભી કરશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોજગારીની નોંધપાત્ર તકો ઉભી કરશે.
તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર એક કલાક અને 58 મિનિટ થઈ જશે.
ગઈકાલે પાલઘર જિલ્લામાં 1.5 કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. આ ટનલ બુલેટ ટ્રેનના વિરાર અને બોઈસર સ્ટેશનો વચ્ચે સ્થિત છે. આ ટનલનું નિર્માણ અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ રોડ પરિવહનની તુલનામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં આશરે 95 ટકા ઘટાડો કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.