ઓક્ટોબર 25, 2025 7:39 પી એમ(PM)

printer

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ મોસમના અંત સુધીમાં અઢી કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે તેવી અપેક્ષા છે.
શ્રી વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 30 રેલ્વે સ્ટેશનો પર મોટી ભીડ વ્યવસ્થાપન વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે.
પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન, દિવાળી અને છઠ તહેવારો માટે 178 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જે હવે વધીને 13 હજાર થી વધુ થઈ ગઈ છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલ્વેમાં સલામતીના પગલાંમાં સુધારો કરવામાં આવ્યો છે, અને ટ્રેન અકસ્માતોની સંખ્યા 2014 માં 170 થી વધુ હતી તે ઘટીને 2024-25 માં ફક્ત 31 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે રેલ્વે લાઇનોનું નિર્માણ દર વર્ષે 400 થી 600 કિલોમીટરથી વધીને 4 હજાર કિલોમીટરથી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના મંત્રાલયનો ઉદ્દેશ્ય અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે.