ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 8:19 પી એમ(PM) | અશ્વની વૈષ્ણવ

printer

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં 18 ગણો વધારો કરવામાં આવ્યો છે.
તેઓ પીલીભીત-મૈલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે બપોરે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 672 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા પીલીભીત-શાહગઢ રેલ્વે સેક્શનના ગેજ કન્વર્ઝન કાર્યનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
રેલ્વે રાજ્ય મંત્રી વી સોમન્ના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે કેન્દ્રીય ઉદ્યોગ, વાણિજ્ય અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પીલીભીત સ્ટેશન પર હાજર હતા અને ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
શ્રી પ્રસાદ કે જેઓ પીલીભીતના સાંસદ પણ છે તેમણે કહ્યું કે પીલીભીત હવે દેશના રેલ નેટવર્ક સાથે જોડાયેલું છે. તેનાથી અહીં રોજગારીની તકો ઉભી થશે અને પ્રવાસનને પાંખો મળશે.