જાન્યુઆરી 9, 2026 9:29 એ એમ (AM)

printer

રેલ્વેના કર્મચારીઓને અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર આજે એનાયત કરાશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ૧૦૦ રેલ્વે અધિકારીઓને ૭૦મો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલ્વે ઝોનના ૨૬ કર્મચારીઓને પુરસ્કાર આપશે. ભારતીય રેલ્વેમાં અનુકરણીય સેવા અને ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું કે મહાકુંભ જેવા મોટા પાયે કાર્યક્રમો દરમિયાન સલામત અને સરળ રેલ્વે કામગીરી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા કર્મચારીઓને ૨૬ શિલ્ડ એનાયત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.