કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, રેલવે સુરક્ષા દળ-RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોની જાહેરાત પણ કરી. આ તકે સંબોધન કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે RPF કર્મચારીઓ ટૂંક સમયમાં VHF સેટથી સજ્જ થશે.
શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવે આગામી દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે 12 હજાર વિશેષ ટ્રેનો ચલાવશે. આ પ્રસંગે તેમણે RPF પરેડનું નિરીક્ષણ કર્યું અને 40 કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ પુરસ્કારો પ્રદાન કર્યા. રાજ્યની એક દિવસની મુલાકાતે આવેલા શ્રી વૈષ્ણવે નવસારીના બિલીમોરા હાઇ સ્પીડ રેલવે મથકની પણ મુલાકાત લીધી. દરમિયાન, તેમણે બુલેટ ટ્રેન મથક પર ચાલી રહેલા બાંધકામ અને ટ્રેકની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હાઇસ્પીડ રેલ કોરીડોરનો પહેલો તબક્કો બિલીમોરાથી સુરત વચ્ચે કાર્યરત થશે.