ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM)

printer

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે લાવવામાં આવ્યું હતું. વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને સંસ્થાની કામગીરી અને સ્વતંત્રતા વધારવાનો છે.
આ વિધેયકને રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલ્વેમાં છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર વિકાસ થયો છે. દસ વર્ષ પહેલા રેલવેનું બજેટ 29 હજાર કરોડ રૂપિયા હતું અને હવે તે 2 લાખ 52 હજાર કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 44 હજાર કિલોમીટર રેલ્વે નેટવર્કનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે.
આ વિધેયક પર બોલતા કોંગ્રેસના મનોજ કુમારે આશંકા વ્યક્ત કરી હતી કે આ બિલ રેલવેના ખાનગીકરણનો માર્ગ ખોલશે. તેમણે વંદે ભારત ટ્રેનોમાં મોંઘા ટિકિટ ભાડાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.