જુલાઇ 13, 2025 7:50 પી એમ(PM)

printer

રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા વધારવા માટે ટ્રેનોના તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે

રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા વધારવા માટે ટ્રેનોના તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ રેલવે એન્જિન અને કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાની પ્રગતિની સમીક્ષા કરી છે. કોચમાં કેમેરા લગાવવાથી મુસાફરોની સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થશે. જેનાથી ગુનેગારોને ઓળખવામાં મદદ મળશે. મુસાફરોની મર્યાદાને ધ્યાનમાં રાખી કેમેરા કોચના દરવાજા પાસે લગાવાશે.
શ્રી વૈષ્ણવે તમામ 74 હજાર કોચ અને 15 હજાર રેલવે એન્જિનમાં સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આપી છે. દરેક કોચમાં ચાર ડોમ પ્રકારના સીસીટીવી કેમેરા અને રેલવે એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો લગાવવા પર ભાર મૂક્યો. તેમણે અધિકારીઓને એઆઈનો ઉપયોગ કરવા પણ અપીલ કરી.