રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી. શ્રી વૈષ્ણવે વર્ચ્યુઅલ માધ્યમથી રેવાથી પુણે અને જબલપુરથી રાયપુર જતી બે અન્ય ટ્રેનોને પણ લીલી ઝંડી આપી. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય રેલવેમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.
રેલ્વે મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં એક હજાર ત્રણસો રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ એ વિશ્વનો સૌથી મોટો સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ગુજરાત માટે અનેક જાહેરાતો પણ કરી. આ અંગે વધુ માહિતી આપે છે
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન વધુ સરળ બનશે. ભાવનગરથી અયોધ્યાની ટ્રેન શરૂ થતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. ત્યારબાદ, શ્રી વૈષ્ણવે નવાગામમાં APPL કન્ટેનર યાર્ડની મુલાકાત લીધી અને કામનું નિરિક્ષણ કર્યું.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:05 પી એમ(PM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે સ્ટેશનથી ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી
