રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. બિહારમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવેલા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ચાર અમૃત ભારત ટ્રેન નવી દિલ્હી-પટના, દરભંગા-લખનૌ, માલદા ટાઉન-લખનૌ અને સહારસા-અમૃતસર વચ્ચે દોડશે.તેમણે બિહારના સમસ્તીપુર રેલ વિભાગમાં કરપુરીગ્રામ સ્ટેશન સંકુલમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વૈષ્ણવે પટણામાં દીઘા બ્રિજ હોલ્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરોની સુવિધાઓ, પ્લેટફોર્મની સ્વચ્છતા અને ત્યાં પ્રકાશ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરી હતી. શ્રી વૈષ્ણવે કરપુરીગ્રામ સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરીનો શિલાન્યાસ કર્યો હતો, જે 30 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 8, 2025 8:40 એ એમ (AM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દેશના વિવિધ શહેરોમાંથી બિહાર માટે ટૂંક સમયમાં ચાર નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે