રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મોડી રાત્રે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી અને વ્યવસ્થા અંગે તેમનો પ્રતિભાવ માંગ્યો હતો.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે દિવાળી અને છઠ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો ને ધ્યાને લઈ રેલવેએ તેમની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે.મંત્રીએ ઉમેર્યું હતું કે રેલવે મંત્રાલયે મુંબઈ, પુણે, સુરત, બેંગલુરુ અને સિકંદરાબાદના અન્ય સ્ટેશનો પર પણ આવી જ સુવિધાઓ પૂરી પાડી છે
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:31 એ એમ (AM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી